9/16/10

ફરજીયાત મતદાન લોકશાહી પર તરાપ

                               ગુજરાત સરકારે રાજ્યમાં ફરજીયાત મતદાનનો કાયદો ઘડવા માટે વિધાનસભામાં ખરડો લાવવાની જાહેરાત કરી હતી. તેના પગલે સમગ્ર દેશમાં તેના વિષે વિચાર થવા લાગ્યો છે. પ્રજા પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઈ છે! લોકશાહી દેશમાં ફરજીયાત મતદાન જરૂરી છે? કે પછી તે કેટલા અંશે યોગ્ય છે.


       લોકશાહી પ્રણાલીમાં ફરજીયાત મતદાન એટલે વ્યક્તિની સ્વત્રંત્રતા પરની તરાપ ગણાવી શકાય. હાલની ચુંટણી પ્રક્રિયામાં મતદાનનું પ્રમાંનોછું છે,તેના કારણે ક્યારેક યોગ્ય નેતા ચુંટાઈ આવે છે! પણ મહત્વનો સવાલ એ થાય ક મતદાનની ટકાવારી વધારવા માટે ફરજીયાત મતદાન જ એક માત્ર ઉપાય છે ? અન્ય કોઈ જ ઉપાય નથી. હકીકતમાં તો રાજકારણીઓએ એવા કર્યો કરવા જોઈએ કે લોકો હોંશે હોંશે મતદાન કરવા પ્રેરાય. સરકારને ફરજીયાત કાયદો કરવાને બદલે એવો શા માટે વિચાર નથી આવતો કે , લોકોના દિલ જીતી શકાય. સરકારનું આ પગલું હિટલરશાહી પ્રકારનું ગણાવી શકાય.આપ્રકારનો કાયદો લોકશાહીમાં સ્વતંત્રતાનો વિરોધી ગણાય!
 
આમ પણ ફરજીયાત મતદાનનો ઇતિહાસ તાપસીતો વિશ્વના ૨૦ દેશોમાં આ કાયદો અમલી છે.ત્યાક્યાય પણ આના મીઠા ફળ ચાખવા નથી મળ્યા. ખરેખર! કઈ સુધારવાની જરૂર હોય તો તે છે મતદાર યાદીમાં સુધારણા, દરેક વ્યક્તિ પાસે ઓળખપત્ર નથી તે આપવાની જરૂરત છે.મતદાર યાદીમાં થતા છબરડા સૌપ્રથમ સુધારવાની જરૂરિયાત છે. 
 
વળી ફરજીયાત મતદાનની કેટલીય મર્યાદા છે. જેમકે,નકારાત્મક મતની ગણતરી કેવી રીતે કરવી તેની ખરડામાં કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. મતદાન ન કરનારને દંડની જોગવાઈ પણ કરાય છે. પણ, શું દંડ કરવામાં આવશે તેની સ્પષ્ટતા નથી કરી. દંડની જોગવાઈમાં પણ શ્રીમંત વર્ગ લાંચ આપીને છટકી જશે, પણ ગરીબોનું શું? વળી અનિચ્છાએ.મતદાન કરવા ગયેલ મતદાર ગમે તે ઉમેદવારને મત આપી આવશે તેમાંથી યોગ્ય ઉમેદવાર ચુંટાઈ આવવાનું ભય સ્થાન રહેલું છે. બોગસ મતદાનનું પ્રમાણ વધશે.બીજો સૌથી મહત્વનો સવાલ આ ખરડો પસાર કરવાનો થયો ત્યારે સંસદ સભ્યો બધ હાજર નહોતા રહ્યા ત્યારે સામાન્ય પ્રજા પર કઈ રીતે ફરજીયાત મતદાનની આશા રાખી શકાય.
 
       'મતદાન' શબ્દ પાછળ દાન છે. દાન કદાપી ફરજીયાત ન હોય શકે. માત્ર ખરડો પસાર કરવાથી કે ચર્ચા કરવાથી ફરજીયાત મતદાનનો ઉકેલ ન આવી શકે.ફરજીયાત મતદાન જેવો મહત્વપૂર્ણ કાયદો પસાર કરતા પહેલા બધા જ પાંસાઓનો વિચાર કરવો જોઈએ. એક જાગ્રત પ્રજા તરીકે આપણે પણ તેનો વિરોધ કરવો જોઈએ. લોક્સહીમાં આવી હિટલર શાહી ન જ ચાલે!



No comments: