9/14/10

વાંચનનું વાવેતર - વાંચે ગુજરાત

 
 
'વાંચે ગુજરાત'  કાર્યક્રમ ખૂબ જ સારો છે. ગુજરાત રાજ્ય સરકારનું આ પગલું આવકાર્ય છે. કારણ કે મહાન વ્યક્તિને ઘડવામાં પુસ્તકોનો ફાળો ખુબ જ મહત્વનો રહેલ છે. પુસ્તકો એ આપના આજીવન મિત્રો ગણાવી શકાય. બધા જ આપણને છોડીને જતા રહે પણ પુસ્તકો તો આપની સાથે જ રહે છે. આમ પણ આજના સ્પ્રધાત્મક યુગમાં આપણી પાસે નોલેજ હોવું ખુબ જ જરૂરી છે. તે પુસ્તકો દ્વારા જ પ્રાપ્ત થાય એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે.  બીજું સારા પુસ્તકો  માણસમાં ચારિત્ર્ય નિર્માણનું  કામ કરે છે. મારા અંગત જીવનને ઘડવામાં પુસ્તકોનો સારો એવો ફાળો રહેલ છે. આ તકે હું બધાને પોલો કોએલ નું પુસ્તક 'ધ એલ્કેમિસ્ટ' (ગુજરાતી અનુવાદ- એકલવીર), વાચવા અનુરોધ કરું છું. આ પુસ્તકમાં વ્યક્તિએ મુશ્કેલીના સમયે કઈ રીતે વર્તવું તે બખૂબી રીતે આલેખાયું છે. બીજું એક પુસ્તક પણ આ તકે સૂચવતા આનંદ થશે!  'ધ ઓલ્ડ મેન એન્ડ સી' (લેખક -અર્નેસ્ટ હેમિંગ્વે ), જેનું પ્રાણ વાક્ય જ છે- 'દરેક દિવસ નવો હોય છે'  નવલકથા નો નાયક વૃદ્ધ માછીમાર સંજોગો સામે લડી ને કઈ રીતે વિજયની વરમાળા પહેરે છે. તેનું સરસ રીતે આલેખન થયું છે. દરેક વિદ્યાર્થી તથા ગરવી ગુજરાતના નાગરિક બને એટલા વધુ પુસ્તકો વાંચે એવી અભ્યર્થના સાથે વિરમું. છેલ્લે દરેક ગુજરાતી સિદ્ધિઓના શિખર સર કરે અને ગુજરાતનું નામ રોસન કરે. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાલ ગુજરાત' ,
'જય જય ગરવી ગુજરાત' .

No comments: