1/23/10

વીર : વીર યોદ્ધાની પ્રેમ કહાની









 ફિલ્મ : વીર

કલાકાર:   સલમાન ખાન, સોહિલ ખાન,
                          જરીન ખાન, જેકી શ્રોફ,
                          મિથુન ચક્રવતી, નીના ગુપ્તા,
                          ભરત ઢાબોલકર,આર્યન વૈધ,
                          પુરૂ રાજકુમાર, શાહબાજ ખાન,

નિર્માતા:   વિજય ગીલાની /સુનીલ એ. લુલા

નિર્દેશક:   અનીલ શર્મા

લેખક:       સલમાન ખાન

સંવાદ:      શક્તિમાન તલવાર

ગીત:         ગુલઝાર

સંગીત:   સાજીદ-વાજીદ





      આપણે સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા.તે વીર ફિલ્મ તા.- ૨૨ જાન્યુઆરીએ રીલીઝ થઇ.બધાને આ ફિલ્મમાં ઘણી અપેક્ષાઓ હતી. એક કારણ તો સલ્લુ મિયાને લીધે તથા બીજું કારણ અનીલ શર્માએ આ ફીલ્મનું ડાયરેક્સન કર્યું છે તેથી! ફિલ્મની સ્ટોરી સલમાન ખાને લખી છે.આ સ્ટોરી વીસ વર્ષથીતેના મનમાં હતી.તેને સંવાદો સ્વરૂપે ઢાળવાનું કાર્ય શક્તિમાન તલવારે કર્યું છે.વીરમાં સલ્લુ મીયાં નવા જ લૂકમાં જોવા મળે છે. આ ફિલ્મ જોવા માટે તમારી પાસે ધીરજ હોવી અનિવાર્ય છે.ડાયરેકટર અનીલ શર્મા ગદ્દર જેવું જોહર આ ફિલ્મમાં દાખવી શક્યાનથી.ગદ્દરમાં ભારતના આઝાદીના સમય ગાળામાં ભારત-પાક.ના ભાગલાનો સમય આવરી લીધો હતો.આ ફિલ્મ પણ ગદ્દરની જેમ ઐતિહાસિક ફિલ્મ છે.


                    ફિલ્મનું કથાવસ્તુ જોઇએ તો : આ ફિલ્મનો સમયગાળો ઈ.સ.-૧૮૬૨નો છે.એ સમયે ભારતમાં અનેક છુટા છવાયા રજવાડા રાજ કરતા હોય છે.માધવપુરના રાજા (જેકી શ્રોફ) પીંઢારા જાતિના લોકોનો સહકાર લઇ અન્ય રાજા સામે યુદ્ધ જીતે છે. આ પહેલા એને પીંઢારાના સરદારને બદલામાં જમીન આપવાનું નક્કી કર્યું હોય છે.પણ પોતે આપેલા વાયદાથી ફરી જાય છે. અંગ્રેજો સાથે ભળી જઈ ૪૦૦૦ પીંઢારાઓને મારી નાખે છે. પીંઢારાના સરદાર હૈદર અલી અને પૃથ્વી (મિથુન) પ્રતિજ્ઞા લે છે કે,તે રાજા સામે બદલો લેશે. થોડા સમય બાદ પૃથ્વીને  ત્યાં વીર (સલમાન) અને પુનિયા(સોહિલ ખાન)નો જન્મ થાય છે.  વીર તથા પુનીયાને પૃથ્વી બચપણથી જ લડાયક ટ્રેનીગ આપે છે.જેથી તે ભવિષ્યમાં પોતાને તથા પોતાની જાતિને થયેલ અન્યાયનો બદલો લઇ શકે. વીર માધવપુરના રાજા સામે લડવા માટે,અગ્રેજોનો ખજાનાને લઇ જતી ટ્રેનને લુટે છે.ત્યાં તેની મુલાકાત યશોધરા સાથે થાય છે.તેને જોતાજ આપણા વીર ભાઈ, તેના પ્રેમમાં પડી જાય છે.. આ ટ્રેન વાળો સીન શોલેનો જય-વીરુ ટ્રેનને લુટે છે,તેની યાદ અપાવે છે.હં તો ટ્રેન લુટી લઇ તેના હથિયાર ખરીદે છે. બાદમાં વીર તથા તેનો ભાઈ (સોહેલ ખાન)ને લંડનમાં ભણવા મોકલાય છે,જેથી ફિરંગીઓ સામે દાવ પેંચ કઈ રીતે કરીને તેની સામે લડવું તે શીખવા ! અહીં વીરની મુલાકાત યશોધરા સાથે થાય છે.અને પછી જામે છે,લવ-સ્ટોરી ! વીરને બાદમાં જાણ થાય છે કે,યશોધરા માધવપુરના રાજાની કુંવરી છે.તેની જાણ તેના ભાઈને પણ જાણ થાય છે કે વીર આપના દુશ્મનો પીંઢારાનો છોકરો છે.તે વીરની હોસ્ટેલમાં તેને મારવા જાય છે, ત્યાં વીર હાજર હોતો નથી તેથી તેના ભાઈને મારે છે.ત્યાં વીર આવી પહોંચે છે.વીર અને યાશોધારાના ભાઈ વચ્ચે લડાઈ થાય છે.તેમાં યશોધરાનો ભાઈ મોતને ભેટે છે.અહીં ઈન્ટરવેલ પડે છે.

                       વીર તથા પુનીયો વતન પરત ફરે છે.બીજી બાજુ વીરેન્દ્ર સિંહ મોતને ભેટતા,માધવ ગઢનું શાસન કુંવરી યાશોધારાને સોપાય છે.આ બાજુ વીર તથા પુનીયો ચાલબાજી કરીને રજાઓ સાથે ભળી જાય છે.રાજા તેનાથી પ્રભાવિત થઇ જાય છે!વીર યુક્તિપૂર્વક રાજાના મહેલના કોટને આજુ બાજુથી ઘેરી લે છે. રાજા પીંઢારાને જમીન તથા રાજ આપવા તૈયાર થાય છે.ત્યાં અચાનક ઝપાઝપી થાય છે. વીરને એક ગોળી વાગે છે,તે ચીર નિંદ્રામાં પોઢી જાય છે.બાદમાં તેને ત્યાં પુત્ર અવતરે છે,તેનો દેખાવ સલમાન જેવો હોય છે.

                    ફિલ્મમાં વીરનો હેતુ તુટતા ભારતને બચાવવાનો તથા એક કરવાનો છે. આખી ફિલ્મ સલમાન ખાનને કેન્દ્રમાં રાખીને ચાલે છે.આ ફિલ્મ વિષે એવું કહી શકાય કે તે એક વીર યોદ્ધાની પ્રેમ કહાનીથી વધુ આગળ નથી નીકળી શકતી..ફિલ્મની સ્ટોરી કંઈ ખાસ દમદાર નથી.ફિલ્મનું સંગીત તેનું જમા પાસું ગણાવી શકાય.
સુરીલી અખીયોવાળી....,   મહેરબાનીયા....,    સલામ આયા ..., - જેવા ગીત પ્રેક્ષકોને જકડી રાખે છે. કેટરીના જેવી દેખાતી હતી તે જરીન ખાનની એકટીંગમાં કંઈ વઘારી શકાય તેમ નથી. સલમાનના ઓળા હેઠળ તે દબાય જાય છે. ફિલ્મમાં આવતો ભવ્ય સેટ, આમેરનો કિલ્લાની રાજશી ભવ્યતા. લંડનના બ્રિટીશ હકુમતનો લૂક , સલમાનનો ઓડીયન્સ ક્રેજ આ બધાને લીધે દર્શકો ફિલ્મ જોવા લલચાય છે! બાકી તો ફિલ્મમાં ટીકીટનાય વસુલ નથી થતા! મારા મતે તો વીર ફિલ્મ જોવા માટે પૈસા અને સમયની સહાદત વહોરવા જેવું છે.વિશ્વાસ ન આવે તો તમે જોયા બાદ જ અભિપ્રાય આપજો.