1/1/10

વાલાભાઈ પટેલને મહાદેવ દેસાઈ એવોર્ડ એનાયત

તારીખ-૧ ડીસેમ્બર ૨૦૧૦ને સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત વિદ્યાપીઠના ઓડેટેરીયમ હોલ ખાતે સાબરકાઠાના સમાજ સેવક વાલાભાઈ પટેલને ૧૬મો મહાદેવ દેસાઈ એવોર્ડ એનાયત થયો.સુદર્શન આયંગરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં, મુખ્ય મહેમાન તરીકે મનસુખ સલ્લા હાજર રહ્યા હતા.આ પ્રસંગે વાલાભાઈને ૫૧ હજારનો ચેક,સ્મૃતિ ચિહ્ન તથા સન્માન પત્ર આપવામાં આવ્યો.આજીવન ગ્રામ સમાજ સેવા ના કાર્યોના બદલામાં આ એવોર્ડ વાલાભાઈ  ને આપવામાં આવ્યો.તેમણે મહાત્મા ગાંધી સૂચિત બુનિયાદી શિક્ષણ, નશાબંધી, અસ્પ્úશ્યતાનિવારણ, આરોગ્ય અને ગ્રામસફાઈ જેવા અનેક કાર્યો કર્યા છે.મહ્દેવ દેસાઈનો જન્મ માતા જમાનાબેનના કુખે , ૧ જાન્યુઆરી ૧૮૯૨ માં ઓલપાડના સરસપુર નજીક થયો હતો .૧૯૦૬ માં સુરતમાંથી મેટ્રિક પાસ કર્યા બાદ એલ્ફીન્ત કોલેજમાં બી એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી ઈ.સ ૧૯૧૩ માં એલ.એલ.બી. નીદીગ્રી પ્રાપ્ત કરી હતી.૧૯૦૫ માં દુર્ગાબેન સાથે લગ્નગ્રંથી થી જોડાયા હતા. જીવનની શરુઆતમાં અનુવાદક તરીકે નોકરી કરી હતી.બાદમાં તેઓ બેંકમાં નોકરી કરી હતી.ગાંધીજીના પરિચયમાં આવતા.તેની સાથે હરીજન આશ્રમમાં જોડાયા હતા.બાદમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી ગાંધીજીના અંગત મંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. પુનામાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૨ યરવડા જેલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

No comments: