11/17/09

ભારતની ચૂપકીદી ચીનની ચાપલૂસાઈ


હાલમાં કોઈ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હોય તો તે ચીની ડ્રેગનનો ભારતમાં ઘુસણખોરી કરવાનો. ચીનની ચપલૂસાઈ, ચીનની હિમત, દિવસેને દિવસે વધતી જાય છે.ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ઉતર ભારતના વિસ્તારમાં તે વારંવાર આવીને સીમાનું ઉલ્લંઘન કરે છે. હાલમાં જ તેણે ભારતની સીમામાંઆવી ચીની ભાષામાં ચીન એવું લખી ગયા. સરહદી વિસ્તારના ગામડાઓના લોકોના કહેવા મુજબ, ચીનાઓ સમયે સમયે દેખા દેતા રહે છે.ચીની ડ્રેગન ભારતના અમુક પ્રદેશ ગળી જવા માંગે છે.
ચીનની આવી નફ્ફટાઈ આજ કાલની નથી. ભૂતકાળમાં પણ તેણે આ રીતે ભારત પર નિર્લજ્જ હુમલા કરેલા છે. ૧૯૬૨ માં જયારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ને આપણા સંબંધો 'હિન્દી ચીની ભાઈ ભાઈ' જેવા હતા એ સમયે વિશ્વાસઘાત કરીને હુમલો કરી દીધો હતો. ત્યારે તો ચીનની આજ જેટલી તાકાત પણ ન હતી. આમ છતાં આ હુમલામાં તેણે ભારતનો આશરે ૭૦,૦૦૦કિ.મી. જેટલો પ્રદેશ કબજે કરી લીધો હતો. જે આજે પણ તેના કબજામાં છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ચીનાઓથી પહેલા જ બધાને ચેતવ્યા હતા, કે તેના પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી, એ સામે આફતરૂપ બની જશે. સરદારના એ શબ્દો આજે સાચા પડતા લાગે છે

આપણા દેશની દરેક સરકારે ચીન સામે નરમ વલણ જ દાખવ્યું છે. તે નહેરુ હોય, નરસિંહરાવ હોય, બાજપેયી હોય, કે પછી મનમોહન સિંહ હોય. બધા ચીન પ્રત્યે આકરું વલણ અખત્યાર કરતા ડરે છે.આપણે એવું માનવાનું કદાપી યોગ્ય નથી કે ચીનને આપણી ઈર્ષ્યા આવે છે.પરંતુ ચીનનો ગેમપ્લાન તો ભારતને હડપ કરી જવાનો છે.પચાસ વર્ષથી ચીન આપણને ઘા પર ઘા મારતું રહ્યું છે.તેણે આપણા માટે એક પણ સારું કામ કર્યું નથી. ઉલટાનું આપનું શોષણ થાય એવું જ કર્યું છે, જયારે આપણે ચીનને લાભ થાય એવું જ કરતા રહ્યા છીએ. ચીને આપણું અપમાન થાય તેમાં જ રસ દાખવ્યો છે. વર્ષોથી આપણે ચીનની દાદાગીરી સહન કરતા આવ્યા છીએ. આપણી સરકારો પણ ચીનની આ ચાપલૂસાઈ સામે લાચાર થઇ મૂંગા મોઢે બેસી રહ્યા છે. ક્યારેય તેની સામે ઉંચો અવાજ નથી કર્યો. આ રીતે જ ચાલતું રહ્યું તો આવનાર વર્ષોમાં ચીન આપણે નક્કી ગળી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

No comments: