9/9/12

સત્તા, સુંદરી અને નાણાંનો સમન્વય અનિષ્ટો સર્જે છે ?


http://vtvgujarati.com/news/gopal-kanda-geetika2ll.jpg
      સત્તા, સુંદરી અને નાણાંનો સમન્વય કેવા અનિષ્ટો સર્જે છે તે બાબત આદિકાળથી જાણીતી છે.. ત્રણેના સમન્વયના પરિણામે રાજનીતિમાં ભૂકંપ સર્જાય છે..એક એરહોસ્ટેસના એક રાજ્યના પૂર્વ ગૃહમંત્રી સાથેના  સંબંધો અને પરીણામ ગીતિકા આત્મહત્યા કેસ...છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન બની રહેલો આ કેસ ભારતીય રાજકારણમાં પહેલો નથી...અગાઉ બનેલા આ પ્રકારના હાઈપ્રોફાઈલ કેસો પર એક નજર... 
     અનાદીકાળથી સુંદરીઓ સિદ્ધીઓના સોપાનો સર કરવા માટે શાસકોની મદદ લેતી રહી છે.. તો સામે પક્ષે રાજનેતાઓ સુંદરીઓનો લાભ ઉઠાવતા શારીરિક તેમજ માનસિક શોષણ કરતા રહ્યા છે.. બાદમાં સુંદરીઓની ઈચ્છિત મહત્વાકાંક્ષા પૂરી ન થતા  હત્યા કે પછી આત્મહત્યા  જેવા ગંભીર પરીણામો આવતા રહે છે..યુવાન, સુંદર અને મહત્વાકાંક્ષી ગીતિકા શર્માની આત્મહત્યાનો સમાવેશ આ પ્રકારના કિસ્સામાં થાય છે... 
     5 ઓગસ્ટે દિલ્હીના અશોકનગરમાં એરહોસ્ટેસ ગીતિકા શર્માએ આત્મહત્યા કરી.. તેની પાસેથી મળેલી સુસાઈડ નોટે સમગ્ર મામલાને હાઈપ્રોફાઈલ બનાવી દીધો..કારણ કે સુસાઈડ નોટ્સમાં આત્મહત્યા માટે હરિયાણાના ગૃહમંત્રી ગોપાલ કાંડાને જવાબદાર ગણાવવામાં આવ્યા  હતા.. ત્યારબાદ ગોપાલ કાંડાએ હરિયાણાના ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપવું પડયુ...ગોપાલ કાંડા તેમની કંપનીઓમાં સુંદર યુવતીઓને પ્રમોટ કરવા માટે જાણીતા છે..પરણિત એવા ગોપાલ કાંડાના માત્ર ગીતીકા સાથે જ નહીં પણ અનેક યુવતીઓ સાથે અંતરંગ સંબંધો રહ્યા છે..કાંડા સાથેના સંબંધો ગીતિકા શર્માને આત્મહત્યા સુધી દોરી ગયા... 
      હરિયાણામાં સરકારી હોદ્દા પર રહેલી અનુરાધા બાલીની હરિયાણાના તત્કાલીન ઉપમુખ્યમંત્રી ચંદ્ર મોહન સાથે મુલાકાત થઈ.. જોતજોતામાં બંને વચ્ચે પ્રેમસંબંધો બંધાયા.. ટૂંક સમયમાં જ આ પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમ્યો.. પરંતુ લગ્નજીવન લાંબુ ટકી શકયુ નહીં.. બંને વચ્ચે ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો.. ફીઝાએ રાજકીય મહત્વકાંક્ષાને પગલે ફિઝા-એ-હિંદ નામના પક્ષની રચના કરી.. પરંતુ પક્ષ કંઈ લાંબુ ઉકાળી શકયો નહીં.. વૈભવી જીવન વ્યતિત કરનારી ફિઝાનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો...ફિઝાએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી તે રહસ્ય પર પડદો યથાવત્ છે... 
     રાજસ્થાનના ચર્ચાસ્પદ ભવંરીદેવી અપહરણ અને હત્યાકેસે  સમગ્ર રાજસ્થાન સહિત દેશના રાજકારણમાં ગરામાવો લાવી દીધો હતો.. નર્સ ભવંરીદેવીએ પોતાની ફેરબદલી માટે કોંગ્રેસી ધારાસભ્ય મલખાનસિંહ મદેરણાનો સંપર્ક કર્યો.. મલખાનશસહે ભવંરીની મુલાકાત તત્કાલીન જળ મંત્રી મહિપાલ મદરેણા સાથે કરાવી.. આ બંને રાજનેતાઓના પરણિત એવા ભંવરીદેવી સાથે સુંવાળા સંબંધો હતા...ભંવરીએ ચાલાકીપૂર્વક યૌન શોષણનો વિડિયો બનાવી બંને નેતાઓને બ્લેકમેલ કરવા માંડી.. આ વિડિયોને લીધે જ ભંવરીદેવીને મોતના મુખમાં લઈ ગયો... 
     ઉત્તરપ્રદેશની કવિયત્રી મધુમિતા શુકલાનો સાંસદ અમરમણી ત્રીપાઠી સાથે પ્રેમસંબંધ હતો.. 9 મે 2003માં લખનૌની પેપરમિલ કોલોનીમાં મધુમીતા શુકલાની ગોળી મારી હત્યા કરવામાં આવી.. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યુ કે, તે ગર્ભવતી હતી.. આ માટે પરિવારજનોએ અમરમણી પર નિશાન તાકયુ.. તેમનો આક્ષેપ હતો કે, મધુમતિ ગર્ભવતી હોવાની જાણ થતા અમરમણીએ તેની હત્યા કરી છે.. આખરે અમરમણીને તેમના આ કૃત્ય માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.. 
    એર હોસ્ટેસ ગીતિકા શર્માની મહત્વાકાંક્ષા તેને ગોપાલ કાંડા સાથેના સંબંધો સુધી લઈ ગઈ...જેનો અંત કરુણ આત્મહત્યામાં પરીણમ્યો...ગીતિકા આત્મહત્યા કેસ જેમ હાઈપ્રોફાઈલ ક્રાઈમકેસની  કડીનો પહેલો કેસ નથી પરંતુ આ કડીનો છેલ્લો કેસ બની રહે તેવી અપેક્ષા રાખીએ. 

No comments: