2/28/10

મોરારજી દેસાઈની જન્મ જયંતી ઉજવાઈ.

આજ રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ૧૧૪મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી.ગુજરાતમાં તેમની સમાધિ સ્થળ અભય ઘટ ખાતે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા. આ પ્રસંગે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટ, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગર,કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી,સાહિત્યકાર મનસુખ સલ્લા તથા ગૂજરાત વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરારજી દેસાઈ એક અદભુત વ્યક્તિત્વ હતું.તેનો જન્મ દિવસ વિચિત્ર પ્રકારનો છે. ઘણાને જાણ નહિ હોય કે તેનો જન્મ દિવસ દર ચાર વર્ષે આવે છે! જી હા!તમે સાચું જ વાંચ્યું મોરારાજીનો જન્મ ૧૮૯૬ની ૨૯ ફ્રેબુઆરીએ વલસાડ જીલ્લાના ગામે થયો હતો.તેઓ બાળપણથી જ નીડર વ્યક્તિત્વ ધરાવતા હતા.તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા.ગાંધી વિચાર સરની ને વરેલા એટ. ગાંધીજીના અગિયાર વ્રતો પણ તેઓ પડતા હતા,તેમાં પણ સત્ય અને અભય તો તેના જીવન સાથે વણાયેલા હતા. આ માટે જ તેમની સમાધિ સ્થળનું નામ અભયઘાટ રાખવામાં આવ્યું હતું.તેના આ સત્યતાને કારણે જ તેને અનેક લોકો સાથે ભળતું ન હતું.

No comments: