10/13/09
નકસલવાદને નાથવો જરૂરી
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે .અહી વિવિધ ધર્મ -જ્ઞાતિ ધરાવતા લોકો વશે છે. બધાની રહેણી-કરણી અલગ છે. બધાની બોલી,ભાષા અલગ અલગ છે.અહી એકદમ સમૃદ્ધ ,ધનાઢ્ય લોકો વસે છે .સિક્કાની બીજી બાજુ એવા લોકો પણ આ દેશમાં વસે છે,જેમને એક તણું ભોજન પણ નસીબમાં નથી.આવી પરિસ્થિતિ ને કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે ,તેમનો એક પ્રશ્ન તે નકસલવાદને ગણાવી શકાય .હાલમાં નકસલવાદ ખુબ જ ફૂલ્યો-ફાલ્યો છે. ભારતના ચાર રાજ્યોમાં સહુથી વધુ નક્સલીઓ કાર્યરત છે. ભારતમાં છતીસગઢ, બિહાર, ઝારખંડ, અને ઓરિસ્સા સૌથી અસરગ્રસ્ત રાજ્યો છે .બધા રાજ્યોમાં તે કાળો કેર વર્તાવી રહ્યો છે.અનેક લોકો તેમાં હોમાયા,આજે પણ અનેક લોકો તેના ખપ્પરમાં હોમાય રહ્યા છે.નકસલવાદ આજનો સળગતો પ્રશ્ન છે . એક સર્વે મુજબ નકસલવાદને કારણે છેલ્લા ત્રણ વરસમાં આશરે ૨૬૦૦નો ભોગ લીધો છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment