10/12/09

સરકારી ખર્ચમાં કાપનો કેન્દ્રનો નિર્ણય આવકાર્ય

મનમોહન સિંહની નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે આગામી એક વર્ષ સુધી સરકાર જે બિન યોજનાકીય ખર્ચા કરે છે ,તેમાં ૧૦ ટકાનો કાપ મુકશે. કેન્દ્રમાં ને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ,સરકારી અમલદારોના પગારોમાં, ૨૦ ટકા કાપ મુકશે એવી જાહેરાત કરી છે . દેશમાં મોંઘવારીની સ્થિતિ પ્રવર્તે છે, દુષ્કાળની સ્થિતિ પણ વર્તાય રહી છે ,ત્યારે કેન્દ્ર સરકારે લીધેલો ઉપરોકત નિર્ણય આવકાર્ય તેમજ સરાહનીય છે. કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય અન્ય રાજકીય પક્ષો માટે પણ પ્રેરણા લેવા જેવો છે. ખરેખર પ્રમાણીકતાથી તેનો અમલ થાય તો દેશની જનતાને ઘણો ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જરૂર છે તે માત્ર જાહેરાત ન બનતા તેનો અમલ પણ થાય.

રખેવાળ

No comments: